Mausam No Mijaj
મોસમનો મિજાજ આજે કંઈક અલગ છે,
શીતળ આહલાદક પવનનો સાથ જો છે.
ચારેકોર ધરતીને ભિંજવતો જાય છે,
બે દિલોને મળવા આતૂર કરતો જાય છે.
ઘરતીપુત્રોની માનતાઓ પુરી કરતો જાય છે.
તનબદનથી ધરાને સજાવતો જાય છે.
ધીમા પડવાનો આજે કોઈ વિચાર નથી,
પૂરા દિલથી વરસી જવાનો ધ્યેય જો છે.
કેડીઓની બે ધારને સજાવતો જાય છે.
ખેતરમાં તરૂઓને કરેલો વાયદો પુરો કરતો જાય છે.
સરિતાઓને જળ સમૃદ્ધ બનાવતો જાય છે.
ધીમી-ઝડપી ગતિથી નવિન સૂરનો આલાપ છેડતો જાય છે.
લખવાનો આજે કોઈ વિચાર નથી,
પણ કલમને મદહોશ બનાવતા વરસાદનો સાથ જો છે.
— હિરેન
Simple and beautiful poem written by my friend, Hiren Patel. I read it on his Facebook wall, liked it so reposting here.
TAGS